સમગ્ર દેશભરમાં આગામી તારીખ સાતમી જૂન 2025 ગુરુવારના રોજ મુસ્લિમ ધર્મના કુરબાની અને ત્યારના પાવન પર્વ ગણાતા બકરી ઈદનો તહેવાર યોજાનાર છે. હાલોલ નગર ખાતે પણ બકરી ઈદના તહેવારને લઇને મુસ્લિમ બિરાદરોમાં ભારે થનગનાટ જોવા મળી રહ્યો છે. ત્યારે હાલોલ નગર ખાતે બકરી ઈદ નો તહેવાર સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં યોજાય, અને કાયદો વ્યવસ્થા અને સુરક્ષા સલામતી જળવાઈ રહે, તેને લઈને આજે ગુરુવારે સાંજે હાલોલ ટાઉન પોલીસ મથકે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.