ચોટીલા ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનું સવિશેષ મહત્વ જોવા મળે છે ત્યારે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં પણ ભાદરવી પૂનમે માના દર્શન કરવા માટે દૂર દૂરથી પગપાળા સંઘ આવતા નજરે પડ્યા હતા. ગુજરાત તેમજ ગુજરાત બહાર અને વિદેશ રહેતા પર્યટકો પણ માં ચામુંડ માના દર્શન કરી કૃતજ્ઞતા અનુભવી હતી.