પુણા વિસ્તારમાં આવેલ બુટ ભવાની સર્કલ નજીક ભારે વરસાદના પગલે રસ્તા પર પાણી ફરી વળ્યા હતા.જેના કારણે ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતા લોકોએ રીતસર હાલાકી નો સામનો કરવો પડ્યો હતો.ભારે ટ્રાફિક જામ થતા અનેક વાહનો અટવાઈ પડ્યા હતા.જ્યાં અડધો કલાકથી પણ વધુ સમય ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકો માટે આ ટ્રાફિક જામ માથાનો દુઃખાવો બની ગયો હતો.જો કે બાદમાં ટ્રાફિક હળવું થતાં વાહન ચાલકો એ રાહત અનુભવી હતી.