છોટા ઉદેપુર જિલ્લાની મુલાકાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ બોડેલી તાલુકાના ટીંબી ગામ ખાતે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂત પ્રફુલભાઈ રાઠવાના ઘરે તેમના પરિવાર સાથે પ્રાકૃતિક ભોજનનો આસ્વાદ માણ્યો હતો. રાજ્યપાલ એ ખૂબ જ સહજતા સાથે આ પરિવારના તમામ સભ્યોની વડીલ સહજ ભાવથી પૃચ્છા કરી તેમના ક્ષેમકુશળ જાણ્યા હતા. સાથે જ ખેડૂત પરિવારના બાળકોને જીવનમાં શિક્ષણ અને સંસ્કારનું મહત્વ જણાવી તેઓ ખૂબ આગળ વધે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા.