કપરાડાના સુથારપાડા આરોગ્ય કેન્દ્રમાં વિવિધ પ્રકારની સુવિધા ઉપલબ્ધ બનાવવા માટે રૂ. 4.92 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જેમાં ગ્રાન્ટની રકમનો ઉપાડ કરી લેવાયા બાદ જે આશય માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. તે આશય પૂર્ણ નહિ થતાં નાણાનો દુરપયોગ થયાની શંકા ઉભી થઈ છે.