સુરેન્દ્રનગરના સાયલાના વતની અને મોરબીના રફાળેશ્વર ખાતે પશુપાલનનો વ્યવસાય કરવા આવેલા એક પરિવારની બે દીકરી અને ભાણેજ પર મોરબી પોલીસે સોનાની ચેનની ચોરી કરવાનો ગંભીર આક્ષેપ મૂકી ગોંધી રાખી,લોકઅપમાં માર માર્યો હોવાની તેમજ ગુનો કબૂલ કરવા માટે દબાણ કર્યાની, ઈલેક્ટ્રીક શોક આપ્યા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોલીસના ત્રાસથી બચવા રાતોરાત મોરબીથી વતનમાં આવી પુત્રીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હોવાનો તેમણે દાવો કર્યો હતો.