છોટાઉદેપુર જિલ્લામાં નેશનલ ડીવોર્મીંગ ડે' ૧૧મી થી ૧૮ સપ્ટેમ્બર સુધી ઉજવણી કરાશે. નેશનલ ડીવોર્મીંગ ડે' ઉજવણી અંતર્ગત ૧ થી ૧૯ વર્ષનાં તમામ બાળકોને સામુહિક રીતે કુમીનાશક ગોળી અપાશે.બાળકના માનસીક અને શારીરિક વિકાસ માટે આર્યન ખુબ જ અગત્યનું પોષક તત્વ છે. બાળકને જો કૃમીનો ચેપ લાગે તો શરીરમાં આર્યનની ઉણપ (પાંડુરોગ) થાય છે. જો બાળકને કૃમીનાશક દવા આપવવામાં આવે તો બાળકમાં પાંડુરોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવનઘોરણની ગુણવતામાં વધારો થઇ શકે છે.