સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા મૂળ છતીશગઢ ના વતની અને પ્લાસ્ટર ચણતર નું કામ કરતા ધર્મેન્દ્ર નિષાદને પોતાના ઘરે દાદર વાટે ઘરવખરી નો સામાન ચઢાવી રહ્યો હતો.દરમ્યાન દાદર પરથી પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા પોહચી હતી.જ્યાં ખાનગી હોસ્પીટલમાં ખસેડતા તબીબોએ બ્રેઇનડેડ જાહેર કર્યો હતો.પરિવારને અંગદાન અંગેની સમજણ આપતા બંને કિડની અને લીવર નું દાન કરી ત્રણ લોકોને નવજીવન આપવામાં આવ્યું હતું.જ્યાં પરિવારે અંગદાન કરી માનવતા મહેકાવી હતી.