પંચમહાલ જિલ્લા ખાણ ખનીજ વિભાગની ક્ષેત્રીય ટીમ ઘોઘંબા તાલુકા ગઈ કાલે રાત્રે ૧૨:૦૦ વાગ્યે રુટિંગ ચેકીગમાં હતાં ત્યારે તે સમયે ગોદલી વિસ્તારમાંથી પસાર થતાં સાદી રેતી ભરેલા બે હાઈવા ઝડપાઈ આવ્યા હતા.જેમની પાસે પાસ પરમિટ કે આધાર પુરાવા માગતાં કોઈપણ પુરાવા મળી આવેલ નહી.તે બંને રેતી ભરેલાં હાઇવા બિનઅધિકૃત જણાઈ આવતાં અંદાજીત ૬૦ લાખનો મુદ્દામાલ સિઝ કરી બંને વાહનો ગોધરા જીલ્લા સેવા સદન ખાતે મૂકી તેમનાં વિરુદ્ધ જિલ્લા ખાણ -ખનીજ વિભાગે દંડનીય કાર્યવાહી કરી.