જુનાગઢ માં દોલતપરા ખાતે મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પલવીબેન ઠાકર અને ધારાસભ્ય સંજય કોરડીયા એ જીઆઇડીસી-2 પાસે હાઇવેને જોડતા પુલના કામની મુલાકાત લીધી હતી. આ પ્રોજેક્ટથી સ્થાનિક ટ્રાફિકની સમસ્યા હલ થશે અને મુસાફરી વધુ સરળ બનશે તેવુ ધારાસભ્યએ જણાવ્યું હતું.આ કામ સમયસર અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા.