શામળાજી મોડાસા સ્ટેટ હાઈવેની હાલત ખરાબ બની છે.35 કિમી લાંબા માર્ગ પર મરડીયા,ઈસરોલ, જીવનપુર,ખોંડંબ સહિતના વિસ્તારોમાં બે-બે ફૂટના ખાડા પડ્યા છે.વરસાદ બાદ રોડ ઓથોરિટી દ્વારા કરાયેલું સમારકામ નબળી ગુણવત્તાનું હોવાને કારણે ધૂળ ઉડી રહી છે અને નાના-મોટા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.આજરોજ સ્થાનિક દ્વારા નીવેદન આપતા જણાવ્યુ છે કે તાત્કાલિક કાયમી સમારકામની માંગ કરી છે.