ગાંધીનગર જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર મેહુલ કે.દવેના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક મળી હતી. સંકલન બેઠકમાં દહેગામ, માણસાના અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્યશ્રી દ્વારા રજૂ કરવામાં આવેલા વીજળી, રોડ રસ્તા, આવાસ,બસ સુવિધા તથા નેશનલ હાઈવે ઓથોરિટીને લગતા વિકાસકામો અંગેના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત બેઠક અંતર્ગત નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન,સરકારી લેણાં, કર્મચારીઓને મળતા લાભ, લોક અરજીના નિકાલ અંગે પણ ચર્ચા થઈ.