સાંતલપુર નજીક ભારતમાલા રોડ પરના ટોલ બૂથ પર ટોલના કર્મચારીઓએ થરાદના એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પરિવારે રસ્તા ખરાબ હોવા છતાં ટોલ વસૂલવાનો વાંધો ઉઠાવતાં ટોલકર્મીઓ ધોકા-લાકડીઓ લઇને પરિવાર તૂટી પડ્યા હતા, જેમાં પિતા-પુત્ર સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઇ છે. જે મામલે ચાર નામ જોગ અને અન્ય છ લોકો સામે ફરિયાદ નોંધાય છે