તાલુકાનું મુખ્ય મથક એટલે કે નાનાપોંઢા ચાર રસ્તા સર્કલ પાસે નેશનલ હાઈવે નંબર 56 અને નેશનલ હાઈવે નંબર 848 ઉપર ખાડાઓનું સામ્રાજ્ય હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે અહીં ચારે તરફ ખાડાઓ છે, વાહન ચાલકોને ખબર નથી પડતી કે કયા ખાડામાંથી ગાડી પસાર કરવું, ત્યારે વાહન ચાલકો ખાડાને લઈને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે સ્થાનિક વહીવટી તંત્ર અથવા તો નેશનલ હાઈવે ઓથોરિટી ખાડાઓનું સમારકામ કરે...