શહેર sog એ અપહરણ ન ગુન્હામાં બે માસથી ફરાર આરોપી કાર્તિક જયંતિભાઈ સોલંકીની ધરપકડ કરી છે.આરોપીએ ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા પરિવારની સગીર વયની કિશોરીને લગ્નની લાલચ આપી અપહરણ કરી ભગાડી ગયો હતો.જે અંગે કોડીનાર પોલીસ સ્ટેશનમાં ગુન્હો નોંધાયો હતો.જે ગુન્હામાં બે માસથી ફરાર આરોપીને કઠોર ગામ સ્થિત ઉત્રાણ વિસ્તારમાંથી sog એ રવિવારે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.