ગોધરા તાલુકાના ઓરવાડા ગામ પાસે બનેલા અકસ્માતમાં 16 વર્ષીય હંસુમતીબેન તખતસિંહ બારીયાનું કરુણ મૃત્યુ થયું. તે સ્કૂલ જતી વખતે ટ્રેલરચાલકે અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું. મૃતદેહને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલાયો. હંસુમતી એકમાત્ર દીકરી હોવાથી પરિવારજનોમાં ગહન શોક છવાયો છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, અકસ્માત સમયે ટ્રેલર ચાલક ફરાર થયો હતો. પોલીસએ વાહનના નંબરના આધારે ચાલક સામે ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે