સુરતના અમરોલી ન્યૂ કોસાડ રોડ પર આવેલ નેઇલ પોલિશ બનાવવાના કારખાનામાં રવિવારની મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી.આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા અલગ અલગ ફાયર સ્ટેશનની ગાડીઓનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.જ્યાં ત્રીજા માળે લાગેલી આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા.અંદાજિત પાંચ કલાક બાદ આગ કાબુમા આવી હતી.જ્યારે બેભાન વોચમેનને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડતા મૃત જાહેર કરાયો હતો.