બોટાદ જિલ્લા કલેકટરશ્રી ડો. જીન્સી રોયના અધ્યક્ષ સ્થાને રાણપુર તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરશ્રીએ અરજદારોને રૂબરૂ મળી તેમના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી ચર્ચા કરી લગત વિભાગોને યોગ્ય કાર્યવાહી કરવા સૂચનો આપ્યા હતા.તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં આવેલા તમામ ૬ પ્રશ્નોનું હકારાત્મક નિરાકરણ આવ્યું હતું. અરજદારોએ કલેક્ટરશ્રીનો તથા તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.