વિસનગર તાલુકાના ભાન્ડુ ગામની પરિણીતાએ દહેજની માગણી, શારીરિક અને માનસિક ત્રાસ તેમજ અંતે ઘરમાંથી કાઢી મૂકવા બદલ પતિ સહિત સાસરિયાંઓ વિરુદ્ધ વિસનગર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. લગ્ન બાદ લંડન સેટ થવા માટે પતિએ દસ લાખ રૂપિયા દહેજ પેટે મંગાવી લીધા હોવા છતાં, ત્યાં પણ ફરીથી પૈસાની માગણી કરીને ત્રાસ આપવામાં આવતા આખરે પરિણીતાએ કાયદાનો સહારો લીધો છે.