દાહોદ જિલ્લામાં આ પ્રકારનું વ્યસન માતા-પિતા જ કરતાં હોવાથી બાળકોમાં પણ વ્યસન વધુ જોવા મળી રહ્યું છે. તેથી આ વિદ્યાર્થીઓને મુખ્યત્વે દારૂ-તમાકુના સેવનથી થતા જીવલેણ રોગોનો માહિતી પોસ્ટરના માધ્યમથી અને ઉદાહરણ રજૂ કરીને સમજાવવામાં આવે છે. દાહોદ જિલ્લામાં તમાકુ મુક્ત અભિયાનને વેગ આપવા માટે ગોપાલભાઈ શર્માની સાથે અન્ય નિવૃત્ત આચાર્યશ્રી સરતનભાઈ ચૌહાણ તેમજ શ્રી સરદારભાઈ પટેલ પણ બાળકોના ભવિષ્ય સુધારા માટેની આ ઝુંબેશ ચલાવી રહ્યા છે.