આજરોજ નવસારી જિલ્લામાં લોકપ્રશ્નોના નિષ્ઠાપૂર્વક નિરાકરણ માટે જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન અરજદારશ્રીઓના પ્રશ્નો કલેકટર દ્વારા પ્રત્યક્ષ સાંભળવામાં આવ્યા હતા અને નિયમોનુસાર જરૂરી કાર્યવાહી કરવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનો આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દ્વારા નાગરિકોના પ્રશ્નોનો ઝડપી અને અસરકારક નિકાલ થાય તે હેતુને સાર્થક કરવામાં આવ્યો હતો.