છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણ વિભાગની વધુ એક પોલ ખુલી છે. છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલ સૈડીવાસન ગામે ઘટોલ ફળિયામાં એક થી પાંચ ધોરણની પ્રાથમિક શાળા આવેલી છે. આ પ્રાથમિક શાળામાં 50થી વધુ બાળકો અભ્યાસ કરે છે. પરંતુ ચાર વર્ષ અગાઉ શાળાનું બિલ્ડીંગ જર્જરિત બનતા તેને તોડી પાડવામાં આવ્યું હતું. અને ચાર વર્ષ વીતી જવા છતાં હજુ સુધી શાળાનું બિલ્ડીંગ બન્યું નથી.