શામળાજીમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે ડુંગર પરથી ભુસ્ખલન સર્જાયું હતું.આ ઘટના બસ સ્ટેશન ઓવરબ્રિજની પાસે બની હતી,જ્યાં અચાનક ડુંગરનો માટી અને પથ્થરો નીચે ધસી પડતા હાઇવે પર અવરોધ સર્જાયો હતો.ભુસ્ખલનના કારણે ત્રણ કિલોમીટર સુધી હાઇવે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી.મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.તંત્રએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી અને ટ્રાફિકને સર્વિસ રોડ મારફતે ડાયવર્ટ કરવામાં આવ્યો હતો.