ગાંધીધામ શહેરના મહેશ્વરીનગર વિસ્તારમાં એક યુવતી સાથે છેતરપિંડી અને ધમકી આપવાના મામલે એક યુવક વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. આરોપી રાહુલ નારણ પાતારિયાએ યુવતીને સગાઈના બહાને તેની પાસેથી રોકડ, દાગીના અને લોન કરાવી આશરે 5 લાખ રૂપિયાની ઠગાઈ કરી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.