થરાદ વિસ્તારમાં એલસીબી પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી મારુતિ બ્રેઝા કારને પકડી પાડી છે. પોલીસે કાર નંબર GJ-18-BJ-1349માંથી કુલ ૨૧૧૫ બોટલ વિદેશી દારૂ અને બિયર જપ્ત કર્યા છે.પોલીસે જપ્ત કરેલા દારૂની કિંમત રૂ. ૫,૨૩,૬૭૩ છે. બ્રેઝા કારની કિંમત રૂ. ૫,૦૦,૦૦૦ મળી કુલ રૂ. ૧૦,૨૩,૬૭૩નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસે બંને વાહનોના ચાલકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.