તાલુકા મથક દાતા ખાતે તાલુકાની આશા ફેસીલેટર બહેનો મામલતદાર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચી હતી પગાર સહિતના વિવિધ પ્રશ્નો મામલે તેમણે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ફિક્સ પગાર, ઓનલાઇન કામગીરી તેમજ ઇન્સેન્ટિવ બાબતે પણ મામલતદારને રજૂઆત કરી હતી અને ઓનલાઇન કામગીરી બંધ કરવા માટે રજૂઆત કરી હતી તેમજ સગર્ભા બહેનોને 180 દિવસની રજા આપવામાં આવે તેવી પણ માંગ કરી હતી અને સરકારના ધારાધોરણ મુજબ પગાર અને ઇન્સેન્ટિવ ચુકવવા માંગ કરી હતી