પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમાં ડાંગ જિલ્લામા જનહિતલક્ષી યોજનાઓના લાભથી પાત્રતા ધરાવતો એક પણ વ્યક્તિ વંચિત ન રહે તે માટે, જનજાગૃતિ કેળવવા ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા-૨'નો પ્રારંભ કરવામા આવ્યો છે ત્યારે, આહવા તાલુકામા સમાવિષ્ટ તમામ ગામડાઓના લોકો આ યાત્રામા મોટી સંખ્યામાં જોડાઇ, સરકારી યોજનાઓનો લાભ લે તે માટે પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલે સૌને સાનુકૂળ પ્રયાસોની અપીલ કરી હતી.