સુરત: તહેવારોની સિઝન અને બિહાર વિધાનસભાની ચૂંટણીને પગલે સુરતના ઉધના રેલવે સ્ટેશન પર માદરે વતન જવા માટે ઉત્તર ભારતના મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. દિવાળી અને છઠ્ઠ પૂજા જેવા મુખ્ય તહેવારો નજીક આવતા હજારોની સંખ્યામાં લોકો સ્ટેશન પર ઉમટી પડ્યા છે.મુસાફરોની ભીડ એટલી હદે વધી ગઈ છે કે રેલવે સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા ના હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. પ્લેટફોર્મ અને સ્ટેશન પરિસર કિડિયારું ઉભરાયું હોય તેવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે.