ટ્રાફીક શાખા ગીર સોમનાથ દ્વારા ગત 12 સપ્ટે 6 કલાકે હાઈવે ઉપર જાહેર જનતાની અવર-જવર વધુ પ્રમાણમાં રહેતી હોય જેથી માર્ગ અકસ્માતોના બનાવો ન બને અને વાહન ચાલકો તેમજ તેઓના પરિવારની સલામતી માટે ટ્રાફીક નિયમોની અમલવારી કરવા જાહેર જનતા અને વાહન ચાલકોને સભાનતા અને જાગૃતિ લાવવા માટે નેશનલ હાઇવે ઉપર ટ્રાફીક કામગીરી દરમિયાન હેલ્મેટ ન પહેરલ તથા શીટબેલ્ટ ન પહેરલ તથા ડ્રાઈવીંગ લાઇન્સસ તથા આર.ટી.ઓ ને લગત કાગળો સાથે ન રાખેલ તેવા વાહન ચાલકોને ફૂલ આપી સમજાવેલ હતા.