ગાંધીનગર જિલ્લામાં ગઈકાલથી ને તે પડી રહેલા વરસાદને લઈને જિલ્લા કલેકટર દ્વારા સતત જિલ્લાની પરિસ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે ત્યારે આજે જિલ્લા કલેકટરે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ ના માધ્યમથી વાતચીત કરી હતી જેમાં પ્રાંત અધિકારી મામલતદાર તાલુકા વિકાસ અધિકારી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સાથે તેમના વિસ્તારની પરિસ્થિતિની સમીક્ષા કરી હતી અને જરૂરી સૂચનો આપ્યા હતા.