જૂનાગઢના સર્કિટ હાઉસ ખાતેથી ચૂંટણી પંચ પર ગંભીર આક્ષેપ કરી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે દેશમાં લોકોના મનમાં જે શંકા હતી કે ચૂંટણી પ્રક્રિયા પારદર્શક રીતે કે પ્રામાણિકતાથી નથી કરવામાં આવતી, ક્યાંક ને ક્યાંક ચૂંટણી પંચ સરકારના દબાણ હેઠળ કામ કરે છે તેવા આક્ષેપો કરી નિવેદન આપ્યું છે.