હાલોલ શહેરના વડોદરા રોડ પર નગરપાલિકાની પાસે આવેલા બગીચા પાસેથી ગત તારીખ 26/5/2025 સોમવારના રોજ સાંજે 5:00 કલાકે બાઈકની ચોરી થઈ હતી. જેમાં શૈલેષકુમાર પરમાર નામના ઇસમ પોતાની બાઈક બગીચાની બહાર મૂકી બગીચામાં બેસવા ગયા હતા જેમાં એક જ કલાકના સમયગાળા દરમિયાન અજાણ્યો ચોર ઈસમ બાઈક ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. જેમાં બનાવ અંગે શૈલેષકુમાર પરમારે હાલોલ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.