આજરોજ તા. 06/09/2025, શનિવારે બપોરે 12 વાગે મળેલી માહિતી અનુસાર આજે ધોળકા તાલુકાના મોટીબોરૂ ગામમાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભીના હસ્તે રૂ. 45 લાખના ખર્ચે બંધાયેલા નવીન આયુષ્યમાન આરોગ્ય મંદિર અને રૂ. 45 લાખના ખર્ચે બસ સ્ટેન્ડથી ગામમાં જવા માટે બનાવવામાં આવેલ સી. સી. રોડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ અવસરે આગેવાનો, ગ્રામજનો, ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.