સુરત સચીન GIDC પોલીસ સ્ટેશન અને સચીન પોલીસ સ્ટેશન દ્વારા થેલેસેમિયાથી પીડિત બાળકોની મદદ માટે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિત મોટી સંખ્યામાં પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.