સુરતમાં ABVP દ્વારા આજે સુરત શહેરમાં અણુવ્રત દ્વાર ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં એક વિદ્યાર્થી સાથે બનેલી ગંભીર ઘટના બાદ રાજ્યભરના વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે ABVP એ દેશભરમાં વિદ્યાર્થીઓ સાથે બનતી આવી ઘટનાઓને રોકવા માટે આ આંદોલન શરૂ કર્યું છે.ગુજરાતભરમાં વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગ સાથે થઈ રહેલા આ ઉગ્ર દેખાવોના ભાગરૂપે સુરતમાં પણ વિરોધ નોંધાયો હતો.