છોટાઉદેપુર - કવાંટ નવી બસ ઉદ્ઘાટન બાદ બે દિવસ બંધ કરાઈ છે. ૧૬ ઓગસ્ટે છોટાઉદેપુર પાલિકા પ્રમુખ સહિત આગેવાનોએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરી હતી. બે જ દિવસમાં નવી બસ બંધ કરી ફરી જૂની બસ ચાલુ કરાઈ છે. છોટાઉદેપુર - કવાંટ અને આમસોટા બસ ચાલે છે. મોટાભાગે વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરે છે. જૂની બસમાં મુસાફરોને મુશ્કેલી સામનો કરવો પડી રહ્યો છે.