This browser does not support the video element.
ગણદેવી: ધરમપુરની યુવતી ને લગ્નની લાલચમાં દગો આપ્યાનો આક્ષેપ, બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાઈ
Gandevi, Navsari | Aug 23, 2025
ધરમપુર કોટી ફળીયા ખાતે રહેતી ૩૪ વર્ષીય સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર દર્શનાબેન ભગવાનજી રાજગોરે બીલીમોરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે રોની સંજયભાઇ કેવટે લગ્ન કરવાની લાલચ આપીને વર્ષોથી શારીરિક સબંધ બાંધ્યા પરંતુ આજદિન સુધી લગ્ન નથી કર્યા. ફરિયાદ મુજબ, પ્રથમ પરિચય બાદ રોનીએ સપ્ટેમ્બર-૨૦૨૧માં મામાદેવ મંદિરે લગ્ન માટે પ્રસ્તાવ મૂકી બાદમાં અનેકવાર શારીરિક સબંધ બાંધ્યા હતા.