સુરતના લિંબાયત વિસ્તારમાં મામાના ઘરે વતન યુપીથી ફરવા માટે આવેલા ધોરણ-પના વિદ્યાર્થીનું તાવની બીમારીમાં સપડાતા મોત થયું હતું.ઉત્તરપ્રદેશના વતની મુજસર અલી મોહમ્મદ મજુરી કામ કરી પત્ની એક પુત્ર અને એક પુત્રીનું ગુજરાન ચલાવે છે. મુજસર અલીનો પુત્ર ૧૩ વર્ષીય ફૈઝલ ધોરણ-પમાં અભ્યાસ કરતો હતો અને હાલ ફૈઝલ સ લિંબાયત મહાપ્રભુનગરમાં મામાના ઘરે ફરવા માટે આવ્યો હતો.દરમિયાન ફૈજલને પાંચ દિવસથી તાવ આવી રહ્યો હતો.વધુ તબિયત લથડતા સ્મીમેર હોસ્પિટલ મોત નિપજ્યું હતું.