શહેરની સાંસ્કૃતિક રક્ષા સમિતિ દ્વારા ડીંડોલી ખરવાસા રોડ પર આવેલી કેનાલમાંથી ₹3,000 જેટલી શ્રીજીની અર્ધ વિસર્જિત પ્રતિમાઓ એકત્ર કરવામાં આવી હતી. ખંડિત આ પ્રતિમાઓનું હજીરા ના દરિયામાં પુનઃ વિસર્જન કરવામાં આવ્યું હતું. 200 જેટલા સમિતિના સભ્યોએ કેનાલમાં રઝળતી પડેલી પ્રતિમાઓ એકત્ર કરવા ભારે જહેમત ઉઠાવી હતી. જે બાદ પ્રતિમાઓની એકત્ર કરી શાસ્ત્રોકત વિધિ મુજબ આરતી ઉતાર્યા બાદ હજીરા ના દરિયામાં વિધિવત રીતે પુનઃ વિસર્જિત કરાઈ હતી.