વાંસદા પોલીસ દ્વારા જુગાર વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરતા બે જુદા જુદા સ્થળોએ રેડ કરીને બે શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પ્રથમ કિસ્સામાં ખંભાલીયા હરીજનવાસ પાસે ઝાડ નીચે વરલી મટકાના આંક ફરકના આંક પર પૈસા લઇ જુગાર રમતા રમેશભાઈ જયંતીભાઈ કોટવાળીયાને રોકડ રૂપિયા તથા જુગારનો સામાન સાથે ઝડપાયો હતો. જ્યારે બીજા કિસ્સામાં મહુવાસ ઝાડી ફળીયા ખાતે લીમડાના ઝાડ નીચે જુગાર રમતા યોગેશભાઈ પરભુભાઈ પટેલને રોકડ રૂપિયા અને જુગારના સાધનો સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.