ઉપરવાસમા પડેલા વરસાદ ને લઈ જિલ્લામાં આવેલા મોટા ભાગના જળાશયો અને ડેમોમાં નવી આવક નોંધાઈ રહી છે.ત્યારે માલપુર તાલુકાનો મહત્વનો જળાશય ગણાતો વાત્રક ડેમ પણ વરસાદી પાણીથી છલોછલ થવા લાગ્યો છે.વાત્રક ડેમમાં કુલ 4140 ક્યુસેક પાણીની આવક થઈ છે.ડેમમાં સતત નવી આવક થતા જળાશયની સપાટી ઝડપથી વધી રહી છે.જેના કારણે આસપાસના વિસ્તારોમાં ખેતીને રાહત મળશે તેવી આશા છે.સાથે સાથે ડેમની પરિસ્થિતિ પર તંત્ર પણ નજર રાખી રહ્યું છે.