ભાણવડ પંથકમાં વરસાદ ખેંચાતા કિશાનોમાં ભારે નિરાશા છવાઈ ભાણવડ પંથકમાં વરસાદ ખેંચાતા કીસાનોમાં નિરાશા છવાઈ ગઈ છે વરસાદ ખેંચાવાથી કીસાનોને પાક માટે વાવ કુવામાંથી પાણી લેવાની ફરજ પડી છે, પરંતુ આ માટે જરૂરી વિજપાવર અપુરતો મળે છે ત્યારે તાલુકા પંચાયત પ્રમુખ રંભીબેન જીવાભાઈ વાવણોટીયાએ રાજ્યના ઉર્જામંત્રીને પત્ર લખી કિસાનોને બાર કલાક વિજ પાવર આપવાની રજુઆત કરી છે.