નખત્રાણા પ્રાંત અધિકારી સૂરજ સુથારે નખત્રાણા તાલુકાના ઉગેડી ગામની મુલાકાત લીધી હતી અને ગ્રામપંચાયતમાં સ્વામિત્વ યોજના અંતર્ગત ગામતળની મિકલતોના અપાતા પ્રોપર્ટીકાર્ડ સહિતની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને નવું પંચાયતઘર નિહાળ્યો હતો. તેમની સાથે ગામના સરપંચ કરણ રબારી, તલાટી ભૂમિકાબેન દેસાઈ હાજર રહ્યા હતા. સરપંચ, તલાટીએ પ્રાંત અધિકારી સહિતનાઓનું સન્માન કર્યું હતું.