તિલકવાડા સરકારી હોસ્પિટલ ખાતે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સુબોધ કુમાર તથા ડો આર જે રંજન ની ઉપસ્થિતિમાં પોષણ માહની ઉજવણી કરવામાં આવી. આ ઉજવણી દરમિયાન ડૉ સુબોધે પોષણ યુક્ત આહાર વિશે સમજણ આપી. ડો રશ્મીએ કિચન ગાર્ડન, સુરક્ષિત પોષણ નો આધાર અને સરગવાનું મૂલ્ય વર્ધન તથા પોષણ અંગે જાણકારી આપી સ્થાનિક રીતે ઉપલબ્ધ પોષક ખોરાક ને પ્રાધાન્ય આપવા પર ભાર મૂક્યો હતો, સાથે જ વિવિધ પોષક આહાર ખોરાક વિશે સમજણ આપી લોકો ને જાગૃત કરવા માટે સુંદર પ્રયાસ કરવામાં આવ્યો