સુરત: માનવતાના કાર્યને આગળ વધારતા, દયાવાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓ માટે એક સરાહનીય પહેલ કરવામાં આવી છે. ટ્રસ્ટના સભ્યો દ્વારા હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દર્દીઓને સફરજન, કેળા અને દાડમ જેવા પૌષ્ટિક ફળોનું વિતરણ કરવામાં આવ્યું હતું.હોસ્પિટલમાં દાખલ ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને પોષણયુક્ત આહાર મળી રહે અને તેઓ ઝડપથી સ્વસ્થ થાય તેવા ઉમદા હેતુથી આ વિતરણ કરવામાં આવ્યું હતું.