ખેડૂતોની નર્મદા નહેર જમીન કપાતમાં ગયેલ હોય પરંતુ રિ-સર્વે બાદ ક્ષતિના કારણે છેલ્લા કેટલાય સમયથી વળતર ચૂકવવાનું બાકી હતું.જે હાલમાં સરકારના આદેશ નિયમો મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવી રહ્યું છે.પરંતુ ખેડૂતોને ગેરમાર્ગે દોરી અભણ કરી ખેડૂતોને કોઈ ટોળકી સક્રિય બની રહી છે કે તમારા કેનાલ વળતર કેસમાં અમે હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટમાં લડી વળતર અપાવી રહ્યા છીએ તેમ લલચાવી ૧૦ થી ૨૦ ટકા કમિશન પડાવતી ટોળકીઓ સક્રિય થઈ છે.તે મામલે ખેડૂત અગ્રણીએ પ્રતિક્રિયા આપી છે.