સાયલા-લીંબડી નેશનલ હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સાયલાથી લીંબડી તરફ જતી પિકઅપ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં 15થી વધુ પરપ્રાંતીય મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા જ્યારે પોલીસ ને ઘટના ની જાણ થતાં ઘટના સ્થળ દોડી ગઈ હતી અને ઈજાગ્રસ્તો ને સ્થાનિક લોકો ની મદદ થી અને 108 ની મદદ થી સાયલા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ અંગે પોલીસે અકસ્માત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે