ઊંઝામાં આમ આદમી પાર્ટી (AAP)ને મોટો ફટકો પડ્યો છે. સ્થાનિક સ્તરે 'આપ'નું સંગઠન નબળું પડ્યું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે પાર્ટીના અંદાજિત 35 જેટલા કાર્યકરોએ પક્ષ છોડીને ભારતીય જનતા પાર્ટી (BJP)નો ભગવો ખેસ ધારણ કર્યો છે. આ કાર્યકરો જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરની ઉપસ્થિતિમાં ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા. આ તમામ કાર્યકરોએ જણાવ્યું હતું કે તેઓ ભાજપની વિકાસની નીતિઓ અને મજબૂત સંગઠન શક્તિથી પ્રભાવિત થઈને આ નિર્ણય લીધો છે.