આજે તારીખ 06/09/2025 શનિવારના રોજ સાંજે 4 કલાકે ઝાલોદ પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને 11 જેટલા લોક પ્રશ્નોના નિવારણ અંગે ચર્ચા કરાઈ.ઝાલોદ તાલુકા સંકલન સમિતિની બેઠક ઝાલોદ પ્રાંત અધિકારી એ કે ભાટિયા ની અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રસ્તા, વિજ જોડાણ, વન વિભાગ, આરોગ્ય, શિક્ષણ, આંગણવાડી, મહેસુલ, પાણી પુરવઠા અને ખેતીવાડી સહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.