આજરોજ આમ આદમી પાર્ટી દ્વારા પાટણ શહેરમાં મુસાફરોનો ઘસારો જોતા વર્ષોથી ખોરવાયેલ સીટી બસની વ્યવસ્થા કરવા બાબતે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રીને આવેદનપત્ર આપ્યું હતું.આ આવેદનપત્રમાં જણાવ્યું કે થોડાક વર્ષ અગાઉ પાટણ શહેરના રાજમાર્ગો ઉપર પાટણ નગરપાલિકા સંચાલિત સિટીબસ ધમધમતી હતી, જે પાટણ શહેરના નાગરિકો માટે સુલભ અને સરળ પબ્લિક ટ્રાન્સપોર્ટ હતું જે ખરેખર પાટણ નગરપાલિકાની સરાહનીય કામગીરી હતી.